Call Us: +91 94277-35-202
Follow Us:

ખેડુત હેલ્પ લાઈન - ગુજરાત નો મુખ્ય ઉદેશ

ગુજરાત ના ખેડુત ભાઈયો ને ખેતી લક્ષી ઓજાર તેમજ વસ્તુઓ સરળતાથી ઓછા ભાવમાં સારી વસ્તુ મળી રહે તે જ ખેડુત હેલ્પ લાઈન ગુજરાત નો લક્ષ.

ખેડુત હેલ્પ લાઈન માં રજીસ્ટ્રેશન કરવાથી ફાયદા

  • ખેડુત હેલ્પલાઇન ગુજરાત માં ખેડુત રજીસ્ટ્રેશન થયા પછી વસ્તુની ખરીદી કરી શકશે. રજીસ્ટ્રેશન વગર ના સભ્યો ખરીદી કરી શકશે નહી.
  • રજીસ્ટ્રેશન કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહીં માત્ર જે ઓનલાઇન માહિતી માંગે તેજ ભરવાની છે.
  • રજીસ્ટ્રેશન થતા જ ખેડુત ભાઈઓ ને ૧ લાખ નો અકસ્માત વીમો ખેડુત હેલ્પ લાઈન ગુજરાત તરફથી ફ્રી આપવામાં આવશે જેનું પ્રીમિયમ ખેડુત હેલ્પ લાઈન ગુજરાત ભરપાઈ કરશે.
  • ૧૫ દિવસ માં ઓન પેપેર પોલિસી ઘરે આવી જશે.
  • વીમા પોલિસી બાબતે ખેડુત હેલ્પ લાઈન ગુજરાત માં ફોન કરવો નહી.
  • રજીસ્ટ્રેશન સભ્ય ને ગુજરાત સરકાર ની કૃષિ લક્ષી તમામ યોજના ની અરજી ફ્રી કરી આપવામાં આવશે જેનો કોઈ ચાર્જ ભરવા નો નથી.
  • ખેડુત ભાઈઓ ને નમ્ર વિનંતી કે જે મોલ ઉપરથી બિલ આપવા માં આવશે તે બિલ માં ગેરેન્ટી વોરન્ટી લખેલી હશે જેથી બિલ સાચવી ને રાખવું.
  • બિલ વગર માલ બદલી આપીશું નહી.
  • ખેડુત હેલ્પ લાઇન ગુજરાત નું કોઈ પણ સ્ટોર નું બિલ હશે તો ગમે તે ખેડુત હેલ્પ લાઇન ગુજરાત ના સ્ટોર પર થી માલ બદલી શકશે.
  • ડીસકાઉન્ટ ની રકમ ખેડુત ભાઈઓ ના ખાતા માં જ જમા થશે રોકડ મળશે નહી.
  • જે બિલ પ્રિન્ટ થઇ ને આવ્યું છે એટલુંજ પેમેન્ટ આપવું સ્ટોર વાળા વધુ પેમેંટ ચુકાવશો નહી.

155

Our Product

89,888+

Total Member

2

Outlet

100+

Partner Company