Blog
શું તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે? જાણો આ છે સરળ રીત
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કહ્યું છે કે જે લોકો આવકવેરા રીટર્ન ફાઇલ કરે છે, તેઓએ પાનકાર્ડને આધાર સાથે લીંક કરવા 31 માર્ચ 2023 સુધી વધારી દીધી છે. આધાર અને પાન લિંક નહીં હોય તેમની સામે પગલાં લેવાશે.
પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જાય છે તો પડી શકે છે આ મુશ્કેલી
5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો.
બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો.
પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો.
કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે.
તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં.
સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે
કોને કોને આધારકાર્ડ-પાનકાર્ડ લિંક માંથી મુક્તિ મળશે.??
(i) NRI
(ii) ભારતના નાગરિક નથી
(iii) 80 વર્ષ કરતા મોટી ઉમર ના ભારતના નાગરિકને
(iv) આસામ, મેઘાલય અથવા જમ્મુ અને કાશ્મીર ના લોકોને લિંક કરવાનું થશે નહિ.
લિંકિંગ ચેક કરવાની આ એક સહેલી રીત છે
આ માટે eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar પર જવું પડશે
તમે ડાબી બાજુ ‘ક્વિક લિંક્સ’ નો વિકલ્પ જોશો. અહીં તમે ‘લિંક આધાર’ પર ક્લિક કરો.
હવે અહીં પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.
માહિતી દાખલ કર્યા પછી, તમને પાનકાર્ડ અને આધારકાર્ડની લિંક વિશેની માહિતી મળશે.
પાન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું.
આ માટે, તમારે વેબસાઇટ eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar પર જવું પડશે.
જોડાવા માટે તમારે ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. એક પૃષ્ઠ તરત જ તમારી સામે ખુલશે, જેમાં પાન કાર્ડ નંબર, આધાર નંબર અને નામ જેવી માહિતી તમારી પાસેથી પૂછવામાં આવશે.
બધી માહિતી ભર્યા પછી, તમારું કાર્ડ લિંક થશે.
જો તમને ઓનલાઇન લિન્કિંગમાં કોઈ સમસ્યા આવી રહી છે, તો તમે SMS દ્વારા લિંકિંગ પણ કરી શકો છો.
તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પરથી યુઆઈડીપીએન લખીને, તમારે જગ્યા આપીને તમારો આધાર લખવો પડશે, પછી તમારે સ્પેસ આપીને પાન નંબર લખવો પડશે અને પછી તેને 567678 અથવા 56161 પર મોકલવો પડશે.
તો આજે આશા રાખું છું કે મારી આ ફ્રી માહિતીથી તમે બધા સરળતાથી લિંક કરાવી શકશો. આ માહિતીને બીજા લોકો સુધી શેયર કરીને તમે બધાની આ રીતે જ મદદ કરજો.