Eduction

RTE Gujarat Admission 2023-24 Registration

જેમને પોતાના બાળકોને RTE હેઠળ એડમીશન મેળવવાનુ હોય એમણે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા ખાસ નિવેદન છે.

RTE Gujarat Admission 2023-24 Registration, Online Apply | RTE Admission Gujarat 2023 | mafat abhyas Online Apply | Gujarat RTE aducation | right to education Online Apply | free education Gujarat

ગુજરાત રાજ્ય માં ભણતર ની સ્થિતિ બીજા રાજ્યો ની સાપેક્ષ માં ખૂજબ સારી છે. ઘણા બાળકો અભ્યાસ માં ખૂબજ હોશિયાર હોઈ છે પણ તેઓ ને સારું Education અને સારી School ના મળવાના કારણે તેઓ નો અભ્યાસ માં સરો વિકાસ થઈ શકતો નથી અને તેઓ આગળ આવી શકતા નથી.આજ આપડે એવા બાળકો ને પ્રાઈવેટ સ્કુલ માં ફ્રી માં અભ્યાસ કરી શકે તેવી સ્કીમ RTE Admission Gujarat 2023-24 વિશે વિગતવાર વાત કરવાના છીએ.

આ યોજના માં ગરીબ માબાપ ના બાળકો ને ધોરણ 1 થી 8 સુધી સારી પ્રાઈવેટ સ્કુલ માં ફ્રી મા શિક્ષણ મળશે.જેના માટે અરજી કયાં કરવી, ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે અને કઈ કઈ સ્કૂલ RTE act હેઠળ ફ્રી માં શિક્ષણ આપે છે તે તમામ માહિતી આજ નાં લેખ માં મેળવવા માં આવશે.

આપને Free RTE Admission પહેલા એ જાણવું જરૂરી છે કે RTE એટલે કે Right To Education થાય છે.જે RTE Act 2009 નો કાયદો કહેવામાં આવે છે.જે કેન્દ્ર સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ હતો. જેને The Right Of Children To Free And Compulsory Education Act 2009 તરીકે પણ ઓળખવામાં આવે છે.આ યોજના માં રાજ્ય નાં ગરીબ,નબળા,પછાત વર્ગ ના તમામ બાળકો ને ફ્રી માં ઉચ્ચ શિક્ષણ આપવાનો ઉદ્દેશ છે.

આ યોજના માટે નાં અરજી ફોર્મ હાલ ગુજરાત રાજ્ય માં આવતા એપ્રિલ – 2023 મહિનામાં આ R.T.E. ના ફોર્મ ભરવાના શરુ થશે.અને RTE ACT હેઠળ આવા વિધાર્થીઓ ને પ્રાઈવેટ પ્રાથમિક શાળા માં એડમિશન આપવામાં આવશે.

RTE Gujarat Admission 2023-24 Registration, Online Apply

યોજના નું નામ RTE Admission Gujarat 2023-24

સહાય આ એડમીશન અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે. અને પ્રાઈવેટ સ્કુલ માં મફત મા શિક્ષણ આપવામાં આવે છે.
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ જે બાળકો નાં પરિવાર આર્થિક રીતે નબળા હોઈ અને તેઓ નાં બાળકો સારા માં સારી શાળા માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સારું શિક્ષણ આપવાના હેતુ થી.
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં આર્થિક અને પછાત સમાજ ના તમામ બાળકો જેનું લીસ્ટ નીચે આપેલ છે.
અરજી નો પ્રકાર: ઓનલાઈન
સંપર્ક Toll-free Number :- 079-41057851

RTE Admission Gujarat 2022-23
RTE Admission Gujarat 2023 Benefits- લાભ

આ યોજના અંતર્ગત દેશ માં તમામ બાળકો ને ફ્રી માં અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ બાળકો નો અધિકાર છે. આ Act અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક અનામત રાખી ને બાળકો ને Admission આપવામાં આવે છે.જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ Admission આપવામાં આવે છે.જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે.

Gujarat RTE Admission Eligibility – પાત્રતા

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય મા વસતા નીચે મુજબ નાં બાળકો ને RTE Act હેઠળ ફ્રી માં એડમીશન આપવામાં આવશે.

  • બાળકો ગુજરાત રાજ્ય ના વતની હોઈ તેમને લાભ મળશે.
  • અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
  • અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો ને લાભ મળશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
  • અનાથ બાળકો ને લાભ મળશે.
  • જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી ને લાભ મળશે.
  • બાળ ગૃહ નાં તમામ બાળકો ને લાભ મળશે.
  • ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો ને લાભ મળશે.
  • સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને લાભ મળશે.
  • જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો ને લાભ મળશે.
  • પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો ને લાભ મળશે.
  • માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકોને લાભ મળશે.
  • ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને લાભ મળશે.

ખાસ નોંધ ; આવકનો દાખલો કઢાવવામાં સમય વ્યતીત થય જતો હોય પહેલા આવકનો દાખલો ખાસ કઢાવી રાખશો.

▶ બાળકનો જન્મનો દાખલો

▶ બાળકનુ આધારકાર્ડ

▶ માતા પિતાના આધારકાર્ડ/ ચુંટણી કાર્ડ

▶ બાળકની અથવા વાલીના બેંકખાતાની પાસબુક

▶ વાલીનો આવકનો મામલતદારશ્રીનો દાખલો

▶ લાઈટબિલ અથવા રેશનકાર્ડ

▶ બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

▶ બી.પી.એલ. કાર્ડ હોય તો એ પણ મુકવુ

ખાસ નોંધ ;
તા. ૦૧/૦૬/૨૦૨૩ ના રોજ બાળકના ૬ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ , એટલે કે બાળકની જન્મતારીખ ૦૧/૦૬/૨૦૧૭ ની પહેલા હોવી જોઈએ ,

આ તમામ પુરાવાઓ તૈયાર કરી રાખશો
આવતા એપ્રિલ – 2023 મહિનામાં આ R.T.E. ના ફોર્મ ભરવાના શરુ થશે.

અરજી કયાં કરવી ? ▶ અહીંયા ક્લિક કરો

ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

અરજી કયાં કરવી ? ▶ અહીંયા ક્લિક કરો




RTE Admission Gujarat 2023-24 યોજના માં અરજી કયાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે બાળકો ને એડમીશન લેવા માટે right to education ની સરકારી વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
અરજી કયાં કરવી ? ▶ અહીંયા ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *