Khedut, Vegetable

ગુજરાતનાં ખેડુત એ કરી કમાલ!!! દ્વારકામાં એક ખેડુત જમીનમાં નહીં પણ વેલ પર ઉગાડે છે બટાકાં

મુકુંદ મોકરીયા, દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયાએ નવતર પ્રયોગ કરીને એર પોટેટોનું વાવેતર કર્યું છે. ખેતી તરફ વળેલા વ્રજલાલભાઈ હાલ એર પોટેટોની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે. હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટોની ખેતી કરી રહ્યા છે. શું છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ પણ રસપ્રદ છે.

 

મુખ્યત્વે, બટેટાએ કંદમૂળ પાક છે અને જમીનની અંદર થતો આ પાક છે. સામાન્ય રીતે બટકા બજારમાં ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ રહે છે. પરંતુ વ્રજલાલ સુરેલીયા દ્વારા વેલ પર પાકવવામાં આવતા બટાકાની ખેતી શરૂ કરી છે. એક વખતે આ બટાકા જમીનમાં વાવી દીધા બાદ એપ્રિલ મહિનામાં બહાર નીકળે છે અને વેલના સ્વરૂપમાં ઉપર બહાર નીકળે છે.

આ વેલમાં બટાકા આવે છે. આ બટાકા સામાન્ય કરતા સ્વાદમાં ખૂબ સારા અને ચિપ્સ માટે ઉત્તમ કેવાલિટીના માનવામાં આવે છે અને એટલે જ ઓનલાઇન આનો ભાવ 50થી 100 સુધીના કિલોના ભાવ મળે છે. વ્રજલાલભાઈ સુરેલીયાએ એક વર્ષ પહેલા પોતાના ઓછી જમીનમાં સિમેંટના થાંભલાની મદદથી ટપક સિંચાઈનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને એર પોટેટોની ખેતી શરૂ કરી હતી.

એર પોટેટો એટલે જમીનમાં નહિ વેલામાં ઉગતા બટાકા એટલે જ આ પાકને એર પોટેટો કહેવામાં આવે છે આ પાકમાં હાલ તમામ રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા વ્રજલાલ ભાઈ ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ તેમને એર પોટેટોનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને ઓનલાઇન તેઓ આ બટાકાનું વેચાણ કરી રહ્યા છે. તેઓ ઓનલાઇન 100 રૂપિયા જેટલો ભાવ મેળવી રહ્યા છે. તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી ગ્રાહકોને સ્વચ્છ અને શુદ્ધ સાત્વિક એર પોટેટો વેચાણ કરી રહ્યા છે જેનાથી ગ્રાહકો આકર્ષાયા છે.

આ ખેતીમાં તેઓ ટપક સિંચાઈની મદદથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ તેઓએ પ્રથમ વર્ષે આ પ્રકારે સેટઅપ ગોઠવ્યું છે. આવતા વર્ષે વધુ ઉત્પાદન મેળવી સારી અવાક મેળવવા તેઓ પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકારની ખેતીથી બે ફાયદા ચોક્કસ છે લોકોને શુદ્ધ સાત્વિક ચીજ વસ્તુ મળે અને શરીરને પણ નુકસાન ન પહોંચે. આ ઉપરાંત આ પાકનો ખેડૂતોને પણ સારો ભાવ મળે તો ખેતીને પ્રોત્સાહન મળે. હાલ વ્રજલાલભાઈ સુરેલીયા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે. ખેડૂતો માટે ભાવ સારા અને શુદ્ધ પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે લાભદાયી ફળદાયી સાબિત થઈ શકે છે.

વ્રજલાલ સુરેલીયા માત્ર 3 વીઘામાં ડ્રેગન ફ્રૂટ, એર પોટેટો સહિતના પાક લઇ રહ્યા છે. તેઓ આ ખેતીને શ્રેષ્ઠ ખેતી ગણાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે પણ ફાયદાકારક હોવાનું જણાવી રહ્યા છે.

આ ખેતી દ્વારા સારું ઉત્પાદન અને સારા ભાવો ઓછી ખેતીમાં મેળવી શકાય છે. એર પોટેટોની ખેતીએ દ્વારકામાં પગ પસેરો કર્યો છે ત્યારે આવનારા દિવસોના અન્ય ખેડૂતો પણ આ દિશામાં આગળ વધે તો ફાયદો થઈ શકે છે.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *